અમરેલી,
સાવરકુંડલાથી રેન્ડમ સેમ્પલ લેવાયેલ અને ખાંભાના સબ સેન્ટર મારફતે મોકલાવાયેલ હંસાપરાના 40 વર્ષના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાની સાથે બીજા ચાર શંકાસ્પદ દર્દીઓ કોરોનાના વોર્ડમાં દાખલ થયા છે જેના સેમ્પલ મોકલવામાં આવ્યા છે જેમાં અમરેલીના મેડી ગામના હનુમાનપરાના 50 વર્ષના મહિલા તથા લાઠીના વાલ્મીકી વાસના 66 અને 39 વર્ષના તા.7 મી ના અમદાવાદથી આવેલ પિતા પુત્ર અને નવા ખીજડીયાની 10 વર્ષની બાળકીનો સમાવેશ થાય છે.
બીજી તરફ અમરેલીમાં રાજકીય કાર્યકરનું સેમ્પલ પોઝિટિવ આવતા અનેક રાજકીય કાર્યકરો ચિંતામાં મુકાયા છે.