અમરેલીનાં રાજમાર્ગોની સફાઇ કરાવવા માંગણી

  • અમરેલીમાં સિમેન્ટના રસ્તાઓ નવા બની ગયા ધુળનો પ્રશ્ર્ન હલ થયો હવે જરૂર છે સફાઇની 
  • તહેવાર આવ્યો તેવા સમયે માત્ર સફાઇના અભાવે શહેરના મુખ્ય માર્ગો ઉપર ગંદકી દેખાય છે : માર્ગોને ડસ્ટ ફ્રી કરવા માટેનું આધુનિક મશીન શા માટે નથી ખરીદાતુ ?
  • સરકાર પાલીકાને માંગે તેટલા રૂપીયા આપે તેમ છે જરૂર છે માત્ર સંચાલનની : તહેવારોના ટાણે અમરેલી શહેરના મુખ્ય માર્ગો અને પેટા માર્ગોને સ્વચ્છ બનાવવા લોકો દ્વારા માંગણી

અમરેલી,
અમરેલી શહેરમાં મોટા ભાગના સિમેન્ટના રસ્તાઓ નવા બની ગયા છે હવે ધુળનો પ્રશ્ર્ન મહદ અંશે હલ થયો છે ત્યારે હવે જરૂર છે શહેરમાં નિયમિત સફાઇની અને તેમાં પણ અમરેલીનાં રાજમાર્ગોની સફાઇ કરાવવા માટે લોકો દ્વારા માંગણી ઉઠવા પામી છે હાલમાં દિપાવલીનો તહેવાર આવ્યો છે તેવા સમયે માત્ર સફાઇના અભાવે શહેરના મુખ્ય માર્ગો ઉપર ગંદકી દેખાય છે ભુતકાળમાં ગુજરાત ગૌરવ દિનની ઉજવણી વખતે શહેરના રાજમાર્ગો ઉપરથી ધુળોને હટાવી માર્ગોને ડસ્ટ ફ્રી કરવા માટેનું આધુનિક મશીન મંગાવાયુ હતુ તે હવે શા માટે નથી ખરીદાતુ ? સરકાર પાલીકાને માંગે તેટલા રૂપીયા આપે તેમ છે જરૂર છે માત્ર યોગ્ય સંચાલનની.
હાલમાં આવી રહેલા તહેવારોના ટાણે અમરેલી શહેરના મુખ્ય માર્ગો અને પેટા માર્ગોને સ્વચ્છ બનાવવા લોકો દ્વારા માંગણી ઉઠી છે પાલીકાના તંત્ર દ્વારા સફાઇ થાય છે પરંતુ ખુણા ખાચરાઓમાં પડેલી ગંદકીઓને એક વખત ઉઠાવી અને સામુહિક રીતે શહેરને સ્વચ્છ બનાવવુ જરૂરી છે.