અમરેલીનાં રેવન્યુ વિભાગમાં આવી રહયાં છે મોટા ફેરફારો

અમરેલી,અમરેલીનાં રેવન્યું વિભાગમાં બઢતી સાથે બદલીઓનાં મોટા ફેરફાર આવી રહ્યાં છે. છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા લોકડાઉન દરમિયાન સરકારી કચેરીઓના ખોરંભે પડેલા અને સ્થગીત થઇ ગયેલા કામકાજોને પુર્વવત કરવા સરકાર દ્વારા પ્રયાસો કરાઇ રહયા છે ત્યારે રાજ્યમાં 800 જેટલા રેવન્યુ વિભાગનાં કલાર્કને નાયબ મામલતદારના પ્રમોશન આપવામાં આવ્યા છે અને તેમાં અમરેલી જિલ્લા રેવન્યુ વિભાગના પણ 33 કલાર્કનો સમાવેશ થતો હોય આ 33 કલાર્કને પ્રમોશન આપીને નિમણુંકો અપાશે ત્યારે હાલના સેટઅપમાં મોટા પાયે ફેરફારો થનાર હોવાનું જાણવા મળેલ છે.