અમરેલીનાં લાઠી રોડે બીયરની હેરાફેરી પકડતી પોલીસ

અમરેલી,
પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાયતેમજ મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલુે આગામી સમયમાં ભીમ અગીયારસનો તહેવાર આવતો હોય અને આ તહેવારમાં જુગાર રમવાનું ચલણ હોય જેથી અમરેલી જીલ્લામાં દારૂ/જુગારની બદ્દીને ડામવા માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરવા માટે સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. વિરેન્દ્રસિંહ આર.ખેરની રાહબરી નીચે અમરેલી સીટી પોલીસના હેડ કોન્સ. બી.એમ.વાળા તથા લોકરક્ષક હિરેનસિંહ ખેર તથા પો.કો.ન્સ. નીલેશભાઇ ડાંગર તથા મહેશભાઇ મુંધવા એ રીતેના પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અમરેલી લાઠી રોડ ઉપર એસ.ટી. ડીવિજન પાસે એક ઇસમ શંકાસપદ હાલતમાં ઉભો હોય જેથી તેને ચેક કરતા તેની પાસે ગે.કા વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂ હાવર્ડસ 5000 પ્રિમીયમ સ્ટ્રોંગ બીયરના 500 મી.લી.ના કંપની રીંગ પેક ટીન-6 કિ.રૂ.900/- તથા ટુબોર્ગ પ્રિમિયમ બિયરનું ટીન-1 કિ.રૂ.150/- તથા એક્ટીવા ગાડીની કિ.રૂ.15000/- મળી કુલ કિ.રૂ.16050/- ના મુદામાલ મળી આવેલ અને આ બીયર ના ટીન પોતાના મીત્ર દિલીપભાઇ અનકભાઇ બોરીચાએ મંગાવેલ હોવાનું જણાવતો હોય જેથી બન્ને ઇસમો વિરૂદ્ધમાં અમરેલી સીટી પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે. પકડાયેલ શખ્સ દિવ્યરાજસિંહ વિક્રમસિંહ જાડેજા ઉ.વ.23 ધંધો.પ્રા.નોકરી રહે.અમરેલી લાઠીરોડ એસ.ટી. ડિવીજન સામે વૃંદાવન પાર્ક તા.જી.અમરેલી પકડવાનો બાકી શખ્સ દિલીપભાઇ અનકભાઇ બોરીચા રહે.અમરેલી છે.