અમરેલી,
અમરેલીનાં લાઠી રોડ રેલ્વે ફાટક પાસે વિદ્યાનગર રોડ અતિ ખરાબ હાલતમાં છે કોઇ યુધ્ધ ક્ષેત્રમાં જઇ રહયા હોય તેવો આ રસ્તો ભુગર્ભ ગટર બની ત્યારથી ખોદાયેલી હાલતમાં પડયો છે અને ત્યાંથી પસાર થતા જીઆઇડીસીના વાહનો ધુળની ડમરીઓ ઉડાડતા હોય આ વિસ્તારમાં રહેનાર લોકો ત્રાહીમામ પોકારી ગયા