અમરેલીનાં લાઠી રોડ પર ટ્રાન્સફોર્મરમાં આગ લાગી

અમરેલી,
અમરેલીમાં લાઠી રોડ ઉપર સાંજનાં 5:46 મિનીટે ફર્સ્ટ ક્રાય શોરૂમ સામે આવેલ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ લાગતા અમરેલી ફાયર બ્રિગેડને જાણ કરાઇ હતી અને ફાયર બ્રિગેડની ટીમનાં ઓફીસર એચસી ગઢવીની રાહબરી નીચે ફાયર ટીમ તુરંત ઘટના સ્થળે દોડી ગઇ અને આગ પર કાબુ મેળવ્યો હતો અને આગને વધ્ાુ વિકરાળ બનત અટકાવી હતી. આ કામગીરીમાં હિંમતભાઇ બાંભણીયા, ભગવતસિંહ ગોહિલ, પ્રવિણભાઇ ચૌહાણ, જયવંતસિંહ પઢીયાર સહિતનાં કર્મચારીઓએ ફરજ બજાવી .