અમરેલીનાં વધુ 17 ગામો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર

  • આજથી તા.13 સુધી હોટસ્પોટ ગામોમાં કડક પગલા
  • જાળીયા, દલખાણીયા, વંડા, તોરી, ચાવંડ સહિત 17 ગામોનો કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવેશ

અમરેલી,
અમરેલી જિલ્લાના વધુ 17 ગામોને કલેકટરશ્રી દ્વારા કન્ટેઇનમેન્ટ એરીયા જાહેર કરવામાં આવ્યા છે આજે તા.7 થી 13-5 સુધી અમરેલીના જાળીયા, શેડુભાર, બાબરાના ચરખા, દરેડ, મોટા દેવળીયા, બગસરાનું હડાળા, ધારીના દલખાણીયા, ડાંગાવદર, દુધાળા, ગોવિંદપુર, સરસીયા તથા કુંડલાના વંડા, વડીયાના રામપુર, તોરી, લાઠીના ચાવંડ, મતીરાળા અને શેખપીપરીયાને કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા સંક્રમણને કાબુમાં લેવા માટે કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.