અમરેલીનાં વોર્ડ નં.11 અને 5માં કોરોના રેપિડ ટેસ્ટ કેમ્પ યોજાયો

  • પ્રાંત અધિકારીશ્રી ઉંધાડની ઉપસ્થિતિમાં આરોગ્ય ટીમ દ્વારા કામગીરી 

અમરેલી,
અમરેલીનાં વોર્ડ નં- 11 અને વોર્ડ નં- 5 માં ગુજરાત સરકાર ની પહેલ થી કોરોના નું રેપિડ ટેસ્ટ ની કામગીરી હાથ ધરવામાં આવી. સરકાર શ્રી ના આ અભિગમ થી કોરોના નો ફેલાવો અટકાવી શકાય છે. ત્યારે આ કામગીરી માં અમરેલી ના પ્રાંત અધિકારી શ્રી ઉંધાડ, અમરેલી તાલુકા હેલ્થ અધિકારી સિન્હા, અમરેલી જીલ્લા યુવા ભાજપ મહામંત્રી મેહુલ ધોરાજીયા,શહેર ભાજપ ઉપ પ્રમુખ સંજય માલવિયા ,શહેર ભાજપ મંત્રી દિલીપ વાળા, ભાજપ ડીઝીટલ સંવાદ ના ઈન્ચાર્જ ચીરાગ ચાવડા , વોડે નં- 5 ના સભ્યશ્રી સતત કાયેશીલ કોમલબેન રામાણી , શહેર ભાજપ મંત્રી શ્રી પદ્માબેન ગોસાઈ, વોડે નં-5 ના ઈન્ચાર્જ સંજયભાઈ રામાણી , વોડે-11 ના ઈન્ચાર્જ શનિભાઈ ડાબસરા , જયેન્દ્રભાઈ સહિત વિવિધ સરકારી શાખા ઓના કર્મચારી ગણ ની સાથે રહી કોરોના નો ફેલાવો અટકાવવા કામગીરી કરવામાં આવી. અને વોર્ડ નં 5 અને વોર્ડ નં 11 માં કોરોના ટેસ્ટિંગ કેમ્પ ની મુલાકાત લેતા વોર્ડ ના સભ્યશ્રીઓ અને ઈન્ચાર્જશ્રીઓએ લીધી હતી.