અમરેલીનાં વોર્ડ .પાંચમાં રૂ.60 લાખના ખર્ચે બનનાર માર્ગોનું ખાતમૂહુર્ત કરાયું

અમરેલી,અમરેલી શહેરમાં વોર્ડ નં. 5 માં માંદલીયા મંડળ થી બાયપાસ સુધીનો મુખ્ય માર્ગ અંદાજે 25 થી 30 સોસાયટીઓને જોડતાં મુખ્ય માર્ગનું ખાતમુર્હુત તા. 11/02/2020 નાં રોજ કરવામાં આવ્યું.
આ ખાતમુર્હુત પ્રસંગે ઉપસ્થિત અમરેલી શહેર વિકાસ સમિતિનાં ચેરમેન પી.પી.સોજીત્રા, બાંધકામ સમિતિના ચેરમેન કોમલબેન રામાણી, અમરેલી શહેર યુવા ભાજપ પૂર્વ મહામંત્રી સંજયભાઇ બી. રામાણી, ભગીરથભાઇ ત્રિવેદી, સુરેશભાઇ વાળા, દિલાભાઇ વાળા, ચિરાગભાઇ ચાવડા તેમજ આ વિસ્તારનાં તમામ આગેવાનો ઉપસ્થિત રહયા હતા. છેલ્લા 10 – વર્ષથી આ રોડની પરિસ્થિતીનાં કારણે લોકોને પડતી મુશ્કેેલીને ધ્યાનમાં લઇને નગરપાલિકાનાં પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ દ્વારા મંજુરી આપવામાં આવી અને કામગીરી શરૂ કરવામાં આવી.
તો આ વોર્ડ નં. 5 નાં નગરપાલિકાનાં સદસ્ય તરીકે અમરેલી નગરપાલિકા તરફથી અંદાજે 60.00 લાખ જેવી રકમ ફાળવવામાં આવેલ છે, જે બદલ અમરેલી નગરપાલિકાની બાંધકામ સમિતિના ચેરમેન કોમલબેન રામણી શહેરના તમામ રસ્તાઓ નવા બને તે માટે સતત જાગૃત રહી અને લોકોને પડતી મુશ્કેલીઓ દુર કરવા માટે નગરપાલીકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને અવાર નવાર રજુઆતો કરી તેના ફળ સ્વરૂપે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં રસ્તા સહિતના વિકાસના વિવિધ કામો ચાલી રહ્યા છે