અમરેલીનાં શખ્સને પાસામાં ધકેેલાયો

  • ગૌવંશની કતલ કરતા લેવાયેલુ પગલું
  • ગૌવંશની કતલ તથા હેરા-ફેરીના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીને સુરત જેલમાં ધકેેલાયો

અમરેલી,(ક્રાઇમ રિપોર્ટર)
અમરેલી જીલ્લાના નાગરીકોને સુખ શાંતિનો અહેસાસ થાય અને નિર્ભયપણે રહી શકે તે માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંઘાને અમરેલી એસ.આ ે.જી.,પો.સ.ઇ. શ્રી.એમ.એ.મોરી તથા એસ.ઓ.જી .ટીમ દ્વારા મોસીન ઉર્ફે ઈમુ ઉસ્માનભાઇ કાલવા ઉ.વ.-25, ઘંઘો-મજુરી, રહે. ચિતલ કાલવા ચોક, તા.જી.અમરેલીવાળા વિરૂધ્ધ પુરતા પુરાવાઓ એકઠાં કરી,પાસા દરખાસ્ત તૈયાર કરી,પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી અમરેલીનાઓ તરફ મોકલી આપેલ હતી. પ્નગૌ વંશની કતલ કરતાં તેમજ જનતાની ધાર્મિક લાગણીને દુભાવવા તેમજ આમ જનતામાં પોતાની ધાક જમાવવાના હેતુ થી ગૌવંશના પશુઓની હેરા-ફેરી કરવી તેમજ તેની કતલ કરવી અને તેનુ માંસ-મટનની હેરા-ફેરી અને વેચાણની અસામાજીક પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં અમરેલી જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી આયુષ ઓકએ ઉપરોક્ત આરોપી વિરૂધ્ધ પાસાનું વોરંટ ઇશ્યુ કરતાં પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાયની સુચના મુજબ અમરેલી એસ.ઓ.જી. પો.સ.ઇ.શ્રી એમ.એ.મોરી તથા એસ.ઓ.જી.ટીમે મોસીન ઉર્ફે ઈમુ ઉસ્માનભાઇ કાલવા રહે. ચિતલવાળાને પાસા વોરંટની બજવણી કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપવા તજવીજ હાથ ઘરેલ છે.