અમરેલીનાં સરકારી દવાખાનામાં હડકવાના ઈન્જેક્શન નથી

  • ઈન્જેક્શન (રસી) ઉપલબ્ધ કરાવવા નાયબ મુખ્યમંત્રીને રજુઆત કરતા શ્રી ઠુમ્મર

દામનગર,
અમરેલી જીલ્લાનાં ભ.લ્લ.ભ. મા હડકાયા કૂતરું કરડે તો ઈન્જેક્શન હાજરમાં ન હોવાને કારણે દર્દીઓને અમરેલી સિવિલમાં પણ ઈન્જેક્શન ન હોવાને કારણે ભાવનગર જવું પડતું હોય તાજેતરમાં લાઠી તાલુકાના પાડરશીંગા ગામનાં એક વ્યક્તિને હડકાયુ કૂતરું કરડતા દામનગરનાં સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આવતાં ત્યાં ઈન્જેક્શન હાજરમાં ન હોવાને કારણે મુશ્કેલી પડતા વિરજીભાઈ ઠુમ્મરને રજુઆત કરાતા તેઓએ નિતીનભાઈ પટેલને પત્ર પાઠવી અમરેલી જીલાની તમામ સરકારી હોસ્પિટલોમાં હડકાયા કુતરાના ઈન્જેક્શનની વ્યવસ્થા કરવા રજુઆત કરી છે.