અમરેલી,
અમરેલી શહેરમાં ભાટીયા શેરી વિસ્તારમાં લગ્નમા ગયેલ મહેમાનો અને પરિવારજનોના લાખો રૂપિયાના સોનાના દાગીનાઓ અને રોકડની ચોરીનો ભેદ ઉકેલાયો નથી. ત્યાં ફરી અમરેલી સાવરકુંડલા રોડ ઉપર આવેલા નવા માર્કેટયાર્ડ માં આજે વહેલી સવારના તસ્કરોએ ત્રણ દુકાનોને નિશાન બનાવી તરખાટ મચાવ્યો છે.આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર અમરેલીના સાવરકુંડલા રોડ ઉપર આવેલા નવા માર્કેટયાર્ડ માં તા.25/11 ના વહેલી સવારે 3 થી 5 વાગ્યા સુધી માં યાર્ડ મા ં આવેલ ત્રણ વેપારી પેઢીઓની દુકાનોને તસ્કરોએ વેન્ટિલેશન તોડી દુકાનમા પ્રવેશ કરી રોકડ રૂપિયા 10,000 ની ચોરી કરી ગયાની તેમજ બાજુની બે વેપારી પેઢીની દુકાનોમા પ્રવેશ કરી ખાખા ખોળા કર્યા નું મુકેશભાઈ કનુભાઈ જાવીયાએ અમરેલી રૂરલ પોલિસ મથકમા ફરિયાદ