અમરેલીનાં સુખનાથપરા વિસ્તારમાં ભુગર્ભ ગટરમાં પાણી ભરાઇ જતા લોકોને મુશ્કેલી

અમરેલી,
અમરેલી સુખનાથપરા વિસ્તારમાં આવેલી ભુગર્ભ ગટરો “મોતના કુવા”સમાન ભાસી રહી છે,ભારે વરસાદ માં આ ગટરો પર પાણી ભરાઈ જતાં નરી આંખે જોઈ પણ શકાતી નથી.અત્રે ઉલ્લેખનીય છેકે આ વિસ્તારમાં “પ્રજ્ઞા વિધાલય , જ્ઞાનદીપ, વિધાલય, પટેલ સંકુલ ના વિધાર્થીઓ ની મોટા પ્રમાણમાં અવરજવર રહે છે.”કોઈ જીવલેણ દુર્ઘટના બને તે પહેલાં તંત્ર દ્વારા આ ખુલ્લી ગટરો ના ઢાંકણા ને તાકીદે મજબૂત રીતે બંધ કરવામાં આવે તે ખુબ જ જરૂરી છે.