અમરેલીનાં સુપરકોપ નિર્લિપ્ત રાયના લોહીનો તરસ્યો હતો અશોક બોરીચા !

  • કુંડલા પાસેથી ઝડપાયેલ ખુંખાર અપરાધીની વિસ્ફોટક વિગતો બહાર આવી
  • એસપી શ્રી નિર્લિપ્ત રાયની હત્યા કરવા માટે શુટર પાસે અશોક બોરીચાએ રેકી કરાવી હોવાની પોલીસને માહિતી મળી : પોલીસ દ્વારા તપાસનો જોરદાર ધમધમાટ 

અમરેલી,
જો નામચીન અપરાધી અશોક બોરીચા ન પકડાય તો ભલભલા અપરાધીઓ અને ચમરબંધીઓની શેહશરમ કે દબાણમાં ન આવનારા અમરેલીના એસપીશ્રી નિર્લિપ્ત રાય તથા પોલીસ ઉપર જીવનું જોખમ તોળાતુ હતુ તેમાય ખાસ કરીને એસપીશ્રી નિર્લિપ્ત રાય અશોકના ટારગેટ હતા અને તેના માટે તેમણે પોતાના કોઇ શુટરને રેકી માટે પણ રોક્યો હોવાનું પોલીસને જાણવા મળ્યુ હતુ.પોતાના જન્મદિવસે અશોકે એસપીને વિડીયો કોલ કરી ધમકી આપી હતી અને ગણતરીની મિનીટોમાં પોલીસ ત્યાં પહોંચે તે પહેલા તે ફરાર થઇ ગયો હતો પણ પોલીસે જે તે વખતે ત્યાંથી હથીયારો સાથે કેટલાક લોકોને પકડી પાડયા હતા ત્યારથી અશોક એસપીના લોહીનો તરસ્યો હોવાનું પોલીસ માની રહી છે અને હાલમાં તેની સામે થનારી તપાસમાં અનેક કડાકા ભડાકા ભર્યા રહસ્યો ઉજાગર થાય તેવી શક્યતા પણ સાવરકુંડલા ડીવાયએસપી શ્રી કે.જે. ચૌધરીએ દર્શાવી છે તેમના સુપરવીઝનમાં અશોક બોરીચા સામે દાખલ થયેલા ગુનાની તપાસ પોલીસની વિશેષ ટીમ કરનાર છે.