અમરેલીનાં સેશન્સ જજ શ્રી આર.ટી.વચ્છાણીએ ખુન કેસમાં પીએમ નોટને પણ પુરાવા તરીકે માન્ય રાખી

અમરેલી,અમરેલીના જેશીંગપરામાં થયેલી હત્યામાં સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી તેમાં અમરેલીના ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ જજ શ્રી આર.ટી.વચ્છાણીએ રજુ થયેલા પુરાવાઓમાંથી પોસ્ટમોર્ટમ રિપોર્ટને એવીડેન્સ તરીકે માન્ય રાખેલ અને એફએસએલમાં તથા ડીએનએ ટેસ્ટમાં મારનાર આરોપી કરશન અજાણીના કોર્ટનું રનર અને મરનાર પ્રફુલભાઇ ગોહીલના લોહીના રિપોર્ટ જેવા પુરાવાઓ માન્ય રાખ્યા હતા આ હત્યાના કેસમાં જે તે વખતે તત્કાલીન એસપીશ્રી નિર્લિપ્ત રાયએ સીટની રચના કરી હતી અને તેના માર્ગદર્શનમાં શ્રી સુશીલ અગ્રવાલ, શ્રી વિરેન્દ્રસિંહ ખેર અને રાઇટરો શ્રી રમેશભાઇ વાળા, શ્રી કપીલભાઇ બગડા અને શ્રી દિનેશભાઇ મકવાણાએ કેસને કડીબધ્ધ રીતે જોડી પુરાવાઓ એકત્ર કર્યા હતા.