અમરેલી,
શ્રી અશોકકુમાર યાદવ પોલીસ મહાનિરિક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ, દ્વારા અમરેલી જીલ્લામાં સાયબર ક્રાઇમ પ્રિવેન્શન તેમજ સાયબર ફ્રોડમાં ગયેલ રકમ પરત અપાવવા યોગ્ય કાર્યવાહી કરવા અંગે જરૂરી સુચનાઓ આપેલ હોય જેથી પરીણામલક્ષી કામગીરી કરવા શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ 1ગ/એ પોલીસ ઇન્સપેક્ટર શ્રી સી.એસ.કુગસીયા સાયબર ક્રાઇમ પો.સ્ટે. અમરેલીની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ. જે અંતર્ગત સાયબર ક્રાઇમ પો.સ્ટે. અમરેલી ખાતે અરજદાર વિજયભાઇ વાલજીભાઇ મુંગલપરા રહે.હરીપુરા તા.જી.અમરેલી વાળાઓ તરફથી પોતાના બેન્ક એકાઉન્ટમાંથી કુલ રકમ રૂ.-2,95,000/-નો ઓનલાઇન ફ્રોડ થયા અંગેની અરજી મળેલ. જે અંગે અરજદાર સાથે યોગ્ય સુમેળ સાધી જરૂરી તમામ વિગતો મેળવી નાણા પરત અપાવવા બેન્ક તથા અલગ અલગ વોલેટને ઇમેઇલ કરી યોગ્ય કાર્યવાહી કરી ઓનલાઇન ફોડમાં ગયેલ તમામ રકમ રૂ.-2,95,000/- સાયબર ક્રાઇમ પોલીસ ટીમે પરત અપાવી ઉમદા કામગીરી કરી હતી.