અમરેલીના અબ્દુલ કલામ ગણાતા શ્રી વિઠલ બાંભરોલીયાએ ઇવીએમનું મોડેલ તૈયાર કર્યુ

અમરેલી,
લોકશાહી દેશમાં મતદાનનું ખુબ જ મહત્વ છે એક એક મતની કિંમત છે તે મત વેસ્ટેજ ન જાય તે માટે લોક જાગૃતી લાવવા અમરેલીના કલામ ગણાતા શ્રી વિઠલભાઇ બાંભરોલીયાએ પોતાની સુઝ બુજ અને સમજથી ઇવીએમ મશીન તૈયાર કર્યુ છે આ અંગે વિગતો આપતા પ્રદેશ ભાજપના અગ્રણી ડો. ભરતભાઇ કાનાબારે જણાવ્યુ હતુ કે હાલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણી આગામી દિવસોમાં યોજાનાર છે તેમાં ઇવીએમથી મતદાન થનાર છે ઇવીએમનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે ઘણા લોકોને સમજ હોતી નથી પરંતુ શ્રી વિઠલભાઇ બાંભરોલીયાએ દરેકને સમજાય જાય તેવી મેથડથી મોડેલ તૈયાર કર્યુ છે ઇવીએમ અંગે ડો. કાનાબારે જણાવ્યુ કે દરેક મતદારે ઇવીએમમાં ચાર ઉમેદવારોને મત આપવાના છે ઇવીએમમાં લાલ બટન દબાવ્યા બાદ છેલ્લે રજીસ્ટ્રેશન માટે પીળુ બટન દબાવવાનું હોય છે જો લાલ બટન દબાવ્યુ હોય અને પીળુ બટન દબાવ્યુ ન હોય તો મતદારનો મત ફેઇલ જાય છે આવુ ન થાય તે માટે દરેક મતદારે જાગૃતી રાખી મતદાન કરવા વિનંતી કરી છે શ્રી વિઠલભાઇ બાંભરોલીયાએ બનાવેલા ઇવીએમના મોડેલો હાલ ગારીયાધાર સહિત ભાવનગર જિલ્લામાં પહોંચ્યા છે ત્યાં પણ આ મોડેલ દ્વારા લોકોને માર્ગદર્શન આપવામાં આવે છે અનેક કલાકૃતિઓનું સર્જન કરી શ્રી વિઠલભાઇ બાંભરોલીયાએ તાજેતરમાં અયોધ્યાના રામ મંદિરનો ફલોટ બનાવ્યા બાદ ઇવીએમનું મોડેલ બનાવી ભારે લોકપ્રિયતા સાથે સફળતા હાંસલ કરેલ છે ત્યારે શ્રી બાંભરોલીયાને બિરદાવવા જરૂરી છે.