અમરેલીના ઇએનટી સર્જન ડો. હીતેષ શાહનું નિધન

  • અમરેલીએ સેવાભાવી વ્યક્તિ ગુમાવી : આઇએમએનાં શ્રી ગજેરા દ્વારા શોકાંજલી પાઠવાઇ : સાહિત્ય જગતમાં ઘેરો શોક

અમરેલી,
અમરેલીના જાણીતા ઇએનટી સર્જન અને લેખક તથા સેવાભાવી ડો. હીતેષ શાહને ગઇ કાલ રાતના એકાએક બ્રેઇનસ્ટ્રોક આવી જતા નિધન થયુ હતુ તેમના નિધનથી અમરેલીના તબીબી આલમ અને સાહિત્ય જગતમાં ઘેરો શોક વ્યાપી ગયો છે અત્યંત લાગણીશીલ અને કલમના કસબી હોવા છતા તેઓ પેનથી નહી પ્રેમથી જીવી ગયા અમરેલીને કર્મોભુમી બનાવનાર ડો. હીતેષ શાહ અદકેરા અમરેલીયન બની ગયા હતા સાહિત્ય પરિવાર મેડીકલ ક્ષેત્રથી લઇ સામાન્ય જન સુધી તેમની ચાહના હતી ક્યારેક કોઇ દર્દી બાબતે ટકોર કરે તો એમની સ્થિતી સારી નથી તો ફી પણ જતી કરે ઉપરાંત દવા પણ પોતે લઇ આપે હજુ હમણા જ અંતરની હુંફ વાર્તા સંગ્રહ લઇને આવેલા સર્જક ડો. હીતેષ શાહ પોતાની વાત સ્પષ્ટરૂપ કહેવા માટે જાણીતા હતા તેમની ધારદાર કલમ અને ઇએનટી સર્જન તરીકેની સફળતા પણ બિરદાવવા લાયક છે સોશ્યલ મીડીયામાં પણ પોતાની વાત બેધડક રીતે રજુ કરનાર અને કોઇનો ડર રાખ્યા વિના સર્જન કરનાર અલગારી સર્જક અને સર્જનને અશ્રુભરી આંખે અમરેલીવાસીઓએ વિદાય આપી તેમના અધાંગીની ડો. પુતીકાબેન અને બે બાળકોને વિલાપ કરતા છોડી ગયેલા ડો. હિતેષ શાહ કાયમ લોકોની સ્મૃતીમાં રહેશે.