અમરેલીના એએસપી અભય સોનીએ માર મારતા ગાંધીનગર બદલી કરાઇ

  • સીનીયર સીટીઝન પાર્કમા ભાજપના કાર્યકરો સાથેની બબાલમાં

અમરેલી, અમરેલીમાં શનિવારે રાત્રીના સીનીયર સીટીઝન પાર્કમાં સ્વૈચ્છીક સંસ્થાઓના કાર્યકરો દ્વારા રસીકરણ અંગેની તૈયારીમાં હતા. અને પ્રદેશ ભાજપ પ્રમુખ રવિવારે સવારે રસીકરણ કેમ્પમાં હાજરી આપવાના હતા. જેથી તેની પૂર્વ તૈયારી રૂપે કાર્યકરો દ્વારા કાર્યક્રમને આખરી ઓપ અપાઇ રહયો હતો. ત્યારે અમરેલીના એ.એસ.પી. અભય સોનીએ માર મારવાના પ્રત્યાઘાતો સમગ્ર રાજયમાં ઘેરા પડઘા પડયા છે. આ બનાવ અંગે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને પણ ફરિયાદ કરવામાં આવી હતી. અને અમરેલીના દીગજ્જ આગેવાનો શ્રી દીલીપભાઇ સંઘાણી, સાંસાદ નારણભાઇ કાછડીયા સહિતે આક્રોશ વ્યકત કરી ગાંધીનગર સુધી રજુઆત કરવામાં આવી હતી. જેના પ્રત્યાઘાત રૂપે ગૃહ વિભાગ દ્વારા અમરેલીના એ.એસ.પી. અભય સોનીને અનામત પોલીસદળ ગાંધીનગર ખાતે તાત્કાલીક અસરથી બદલીનો હુકમ કરવામાં આવ્યો હતો.