અમરેલીના એક જ પરિવારના ત્રણના નદીમાં ડુબી જતા મોત

ચલાલા,

ધારીનાં લાખાપાદરની શેલ નદીમાં દશામાંની મુર્તિ પધરાવવા જતા બુઢેશ્ર્વર મહાદેવ મંદિર પાસે ન્હાવા પડતા ત્રણનાં મોત થયા હતા આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ધારીના લાખાપાદર ગામ આવેલ શેલ નદીમાં બુઢેશ્ર્વર મહાદેવ મંદિર પાસે અમરેલીનાં હનુમાનપરા ખાતે રહેતા કિશોરભાઇ વલકુભાઇ ડાંગર ઉ.વ.45 દશામાનું વ્રત હોવાથી તેઓના બંને ભાઇઓના પરિવાર મળી નાના મોટા 10 લોકોને લઇ પોતાનું ઇકો વાહનમાં સવારે 11 કલાકે દશામાં ની મુર્તિ પધરાવવા ગયા હતા લાખાપાદર પાસે આવેલ શેલ નદીમાં પરિવાર સાથે બુઢેશ્ર્વર મહાદેવના દર્શન કરી મંદિરની બાજુમાંથી નીકળતી શેલ નદીમાં મુર્તિ પધરાવવાની ધાર્મિક વિધી આટો પી હતી ત્યાર બાદ પરિવારના અમુક સભ્યો નદીમાં ન્હાવા માટે ગયા હતા તેમાં કિશોરભાઇ વલકુભાઇ ડાંગર જેઓ અમરેલી ખાતે એસટીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હતા તેઓ પરિવારના અમુક સભ્યો સાથે નદીમાં ન્હાવાની મોજ માણતા હતા ત્યારે નદીમાં ગોરલબેન કનુભાઇ ડાંગર ઉ.વ.19 તેમજ રાજવીરભાઇ કનુભાઇ ડાંગર ઉ.વ.16 બંને ઉંડા પાણીમાં ગરકાવ થવા લાગતા કિશોરભાઇનું ત્યાં ધયાન જતા તેઓ તેને બચાવવા જતા તેઓ પણ ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા આમ ત્રણેય વ્યક્તિનાં ડુબી જવાથી મોત થયા હતા. અન્ય પરિવારના સભ્યોને બનાવની જાણ થતા રો કકડ અને બુમો ચીસો પાડવા લાગતા લાખાપાદર ગામના યુવાનો અને મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા લાખાપાદરના યુવાનોએ પળનો પણ વિલંબ કર્યા વગર નદીમાં પડી બચાવ કાર્યમાં લાગી ગયા હતા મહા મહેનતના અંતે વારા ફરતી ત્રણેય વ્યક્તિને પાણીથી બહાર કાઢી જાણકારો દ્વારા છાતી દબાવી પાણી કાઢવા પ્રયત્ન હાથ ધરાઇ અને તુરંત જ 108 મારફત ત્રણેય વ્યક્તિઓને ચલાલા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તપાસ કરી ત્રણેયને મૃત જાહેર કર્યા હતા મરનાર રાજવીરભાઇ કનુભાઇ ડાંગર ઉ.વ.16 અને ગોરલબેન કનુભાઇ ડાંગર ઉ.વ.19 બંને સગા ભાઇ બહેન થતા હતા જ્યારે મરનાર કિશોરભાઇ વલકુભાઇ ડાંગર બંનેના સગા કાકા થતા હતા. આ તમામને કારણે ડાંગર પરિવાર સહિત સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી મૃત્યુ પામેલ કિશોરભાઇના પત્ની તેમજ બંને બાળકોનાં માતાને આઘાત લાગતા 108 માં ચલાલા સીએચસી ખાતે સારવાર કરાવી તેમના ઘરે મોકલ્યા હતા ચલાલા સીએચસી ખાતે મૃતકોનું પોસ્ટ મોર્ટમ કરી અમરેલી ખાતે રવાના કર્યા હતા બનાવની જાણ થતા ચલાલા પોલીસ પણ તુરંત જ પહોંચી ગઇ હતી અને જરૂરી કાર્યવાહી કરી હતી. સીએચસીમાં ત્રણેય મૃતદેહો આવતા લોકોના ટોળા એકઠા થયા હતા અને ગમગીની વ્યાપી ગઇ હતી ચલાલા પાલિકાનાં પુર્વ પ્રમુખ હિંમતભાઇ દોંગા તુરંત જ પહોંચી ગયા હતા અને જરૂરી વ્યવસ્થા સંભાળી ડાંગર પરિવારના દુ:ખમાં સહભાગી થયા હતા લાખાપાદરના યુવાનોએ પણ બચાવ કાર્યમાં ભારે જહેમત ઉઠાવી .