અમરેલીના એરપોર્ટનો રનવે 3 કિલોમીટર લાંબો બનાવાશે

  • અમરેલીના કલેકટરશ્રી આયુષ ઓક તથા ગુજસેલના કેપ્ટન શ્રી ચૌહાણ સહિતના અધિકારીઓની મહત્વની બેઠક યોજાઇ 
  • ઓટો ટાવર, ટેક્ષી વે, એરફોર્સ બિલ્ડીંગ, ફાયર સ્ટેશન બિલ્ડીંગ, સ્ટાફ પાર્કિગ, ટેક્ષી અને વિઝીટર પાર્કિગ, ફુડ કોર્ટ સહિત અમરેલી એરપોર્ટ ઉપર 21 સુવિધાઓ ઉભી થશે
  • હાલની રનવે ટ્રીપને વધારવા માટે આગળના ગામની જમીન સંપાદન કરવા સહિતની ચર્ચા : અમરેલીમાં 70 ઉતારૂઓવાળી એર બસનું લેન્ડીંગ – ટેઇક ઓફ માટે આયોજન

અમરેલી,
અમરેલીના ગાયકવાડ વખતના જુના એરપોર્ટના વિસ્તરણ અને વિકાસ માટે તથા મોટા વિમાનની ક્ષમતા અને વધુ મુસાફરોની સગવડતા અંગે અમરેલીના કલેકટરશ્રી આયુષ ઓકની અધ્યક્ષતામાં ગુજસેલના કેપ્ટન શ્રી ચૌહાણ સહિતના અધિકારીઓની મહત્વની બેઠક યોજાઇ હતી.જાણવા મળતી માહિતી મુજબ હાલમાં અમરેલી સુરત વચ્ચે હવાઇ સેવા ચાલુ છે તેવા અમરેલીના એરપોર્ટનો રનવે 3 કિલોમીટર લાંબો બનાવાશે અને અંદર ઓટો ટાવર, ટેક્ષી વે, એરફોર્સ બિલ્ડીંગ, ફાયર સ્ટેશન બિલ્ડીંગ, સ્ટાફ પાર્કિગ, ટેક્ષી અને વિઝીટર પાર્કિગ, ફુડ કોર્ટ સહિત અમરેલી એરપોર્ટ ઉપર 21 સુવિધાઓ ઉભી થશે તેનો લે આઉટ તૈયાર કરાયો હતો અને હાલની રનવે ટ્રીપને વધારવા માટે આગળના ગામની જમીન સંપાદન કરવા સહિતની ચર્ચા સાથે અમરેલીમાં 70 ઉતારૂઓવાળી એર બસનું લેન્ડીંગ – ટેઇક ઓફ માટે આયોજનની વિચારણા કરાઇ હતી.