અમરેલીના એસટીના એટીઆઇએ ઝેરી દવા પીધી

અમરેલી,
અમરેલી એસટીમાં એટીઆઇ તરીકે ફરજ બજાવતા સૈયદ અમર અબ્દુલ કાદરી અદરેશી ઉ.વ. 52 નોકરી પૂર્ણ કરી બપોરે દોઢ વાગે બહાર નીકળેલ. ત્યારે આગલી પત્નિ સલમાબાનુએ કહેલ કે તુ ઉભો રહે મારે જરૂરી ફોન ચાલુ છે. ત્યાર બાદ બાઇક પાછળ બેસાડી ચાંદની ચોક નજીક સલમાબાનુના ઘર પાસે આવેલ ત્યારે તેમણે ફોન કરી ઇલીયાસભાઇ બીલખીયા અને તેમના પત્નિને બોલાવેલ અને સમાધાન કરવાનું કહેતા સલમાબાનુએ પતિ રૂા. 80 લાખ આપે તો સમાધાન કરવાનું જણાવતા સૈયદ અમર અબ્દુલ કાદરીએ પેંટના ખીસામાં પડેલ ઝેરી દવા પી જતાં સારવાર માટે અમરેલી દવાખાને ખસેડેલ છે.