અમરેલીના કવયિત્રી કાલિન્દીબેન પરીખની કવિતાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે

અમરેલી,
વિશ્ર્વ ભારતી સંસ્થાન દ્વારા આયોજીત દિલ્હી મુકામે આંતરરાષ્ટ્રીય કવયિત્રી સમેલનમાં ડો. કાલિન્દી પરીખના કાવ્યસંગ્રહ શેતરંજીનું સુપ્રસિધ્ધ ચિત્રા મુણાલ અને વર્ષા રાકાના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. અમેરિકા, બંગાળ, આસામ, ઝારખંડ, કર્ણાટક, ઉત્તરાખંડ જેવા અન્ય પ્રદેશોમાંથી ઉપસ્થિત સાહિત્યકારો અને અગ્રણી કવિઓ તેમજ સદગૃહસ્થોની ઉપસ્થિતિમાં ડો. કાલિન્દી પરીખના આ સંગ્રહ શેતરંજીને આદર સાથે વધાવી લેવાયો હતો.
આ પૂર્વે પણ ડો. કાલિન્દી પરીખ દૂરદર્શન અમદાવાદ, આકાશવાણી રાજકોટ, પૂ. મોરારીબાપુ દ્વારા આયોજીત સંસ્કૃત સત્ર તથા વિવિધ કવિ સંમેલનોમાં તેમનો કાવ્યપાઠ રજુ કરી ચુકયા છે. આમ આંતરરાષ્ટ્રીય સ્તરે પોંખાતા આ ઘટના અત્યંત ગૌરવપ્રદ અને ખૂબ જ અભિનંદન તથા પ્રશસાને પાત્ર છ