અમરેલીના કેરીયાનાગસની સીમમાં જુગાર રમતા સાતને એલસીબીએ ઝડપી લીધા

અમરેલી, ભાવનગર રેન્જ આઇજી ગોૈતમ પરમાર તેમજ જિ,પોલીસ વડા હિંમકર સિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાંથી દારૂ અને જુગારની બદી દુર કરવા ગેરકાયદેસર પ્રવૃતી કરતા શખ્સો ઉપર વોચ ગોઠવી રેઇડ કરવા આપેલ સુચના મુજબ અમરેલી તાલુકાના કેરીયાનાગસ ગામની સીમમાં ચોકકસ બાતમીના આધારે તા.7/12/22 ના રાત્રીના પેટ્રૃોલીંગ દરમિયાન વરસડા તરફ જવાના રસ્તેખારા વિસ્તારની સીમમાં આવેલ કુરજીભાઇ ધનજીભાઇ ચત્રોલાની વાડીના શેઢા પાસે જુગાર રમતા અજય કુરજીભાઇ ચત્રોલા, આસીફ અબ્દુલભાઇ બેરૈયા, જીજ્ઞેશ રમેશભાઇ ચાવડા, ઇમરાન ગફારભાઇ મેતર, અમીન સતારભાઇ જેઠવા, બીપીન રમેશભાઇ બોઘરા, ક્રિષ્નાબા હરીસિંહ પરમાર સહિતને એલસીબીના પીઆઇ એ.એમ.પટેલ, પીએસઆઇ વી.વી.ગોહીલ તથા એલસીબી ટીમે રોકડ રૂા.55,500 ની મતા સાથે ઝડપી પાડયા હતા.