અમરેલીના કેરીયારોડ રેલ્વેનાં અંડરબ્રીજમાં વરસાદનાં પાણી ભરાયા

  • પાણી ભરાતા લોકોને પાંચ કિ.મી. લીલીયા રોડ પરથી ફરીને જવુ પડે છે 

અમરેલી,
અમરેલીના કેરીયા રોડ ઉપર આવેલ રેલ્વેના અંડર બ્રીજમાં ભારે વરસાદ પડવાના કારણે ઉપરવાસમાંથી પાણી આવતા. આ બ્રીજ બે દિવસથી પાણી ભરાવાના કારણે અસપાસની સોસાયટીમાં રહેતા લોકોને ગામમાં અવવા- જવા માટે પાંચ કિ.મી. ફરીને લીલીયા બાયપાસ ઉપરથી ગામા આવું પડે છે. લોકોને પડતી હાલાકી માટે ન તો પાલીકા કે રેલ્વેના કર્મચારીઓ જવાબ આપતા નથી. આ પાણી નિકાલની કેનાલમાં કચરો ફસાય જવાથી પાણી રોકાય છે. આ બાબતે કલેકટર શ્રી અંગતરસ લઈને પ્રશ્ર્નોનો નિકાલ કરે તેવું આ વિસ્તાર ના લોકો ઈચ્છી રહયા છે.