અમરેલીના કોરોના વોરીયર્સ ડો. કાનાબાર, ડો. ગજેરા, ડો.શોભનાબેન મહેતા પોઝિટિવ

  • ડો. ગજેરા અને ડો. કાનાબાર હોમ આઇસોલેટેડ થયાં

અમરેલી,
અમરેલીના કોરોના વોરીયર્સ એવા શાંતાબા ગજેરા હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ અને સિનીયર ડો. શોભનાબેન મહેતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જ્યારે કોરોના સામે અનેક મોરચે લડતા ડો. ભરતભાઇ કાનાબારે જણાવ્યુ છે કે કોરોનાના શરૂઆતના લક્ષણો દેખાતા મેં કોરોનાનો રિપોર્ટ કરાવ્યો જે ગઈ કાલે સાંજે પોઝિટિવ આવ્યો છે.
મારી તબિયત સારી છે અને હું મારે ઘેર જ આઇસોલેટ થઇ ગયો છે. છેલ્લા થોડા દિવસોમાં મારા સંપર્કમાં આવેલ બધા પોતાની જાતે ક્વોરેન્ટાઇન થઇ જાય અને કોઈ પણ લક્ષણો દેખાય તો પોતાની તપાસ કરાવી લે તેવી વિનંતી ડો. ભરતભાઇ કાનાબાર પોઝિટિવ આવતા વેલનાથ યુથ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી ભરતભાઇ મકવાણાએ જણાવ્યુ છે કે ડો. કાનાબારના સ્વાસ્થ્ય માટે તે અમરેલીથી ભુરખીયા ચાલીને જશે તેવી માનતા રાખી છે.
સ્વાઈન ફ્લૂમાં એકલા હાથે મોરચો સંભાળી લડનાર સક્રિય તબીબ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર અધ્યક્ષ અને ડોક્ટર પ્રવિણ તોગડિયાના નજીક ના મિત્ર એવા ડોક્ટર ગોવિંદભાઈ ગજેરા ને ફિવરની ની તકલીફ હતી તેમને શંકા જતા તેમણે રેપિડ ટેસ્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો હતો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતા તે હોમ આઇસોલેટેડ થયા છે અને તેમના મિત્ર વર્તુળ તથા વિશાલ સંખ્યામાં સારવાર કરનાર દર્દી ઓ અને શુભેચ્છકો દ્વારા તેમના માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.