અમરેલીના ક્યુટ તબીબ દંપતિ ડો. વિજય વાળા અને ધ્રુતીબા વાળાએ માતૃભુમિનું ૠણ ચુકવવા પ્રયાસ કર્યો

અમરેલી,
અમરેલી જિલ્લો કોરોના વાયરસમાં અભેદ કિલ્લા જેવો રહયા બાદ એકાએક બે દર્દીઓ આવ્યા અને પોઝીટીવ રિર્પોટ સિવીલમાં આવવા શરૂ થયા જેમાં 70 વર્ષના માજીને અથાર્ત પ્રયત્નો કરીને ડો. વિજય વાળાની ટીમે સાજા કર્યા છે તે બદલ જિલ્લાભરમાંથી ડો. વિજય વાળાને તેમની ટીમને અભિનંદનની વર્ષા થઇ રહી છે.આ અંગે ડો. વિજય વાળાએ જણાવ્યુ કે સંદેશા વાંચીને રાત્રે સુવા માટે લંબાવ્યુ ત્યારે થોડા સમય પહેલાનું દ્રશ્ય યાદ આવી ગયુ બાળપણથી અભ્યાસમાં તેજસ્વી અને ગાંધીનગરની સેન્ટ જેજે કોલેજમાં અભ્યાસ કરી જામનગર સરકારી મેડીકલ કોલેજમાં એમ બીબી એસ અને એમ ડી મેડીસીનનો અભ્યાસ પુરો કરી આવ્યો ત્યારે ગાંધીનગર અમદાવાદ કે સુરતમાં ભવિષ્યનું તેના પરિવાર દ્વારા આયોજન કરેલુ પરંતુ એમ ડી મેડીસીન અને એમ ડી ગાયનેક ડિગ્રી ધરાવતા નવ વિવાહીત દંપતિએ અમરેલી અને સીવીલ હોસ્પિટલમાં જ નોકરીનો નિર્ણય કરી સૌને ચોકાવી દીધા હતા અમરેલીના નિર્ણયની સુનાવણીમાં ડો. વિજયની આંખમાં જોયેલા નાનકડા અશ્રુ બિંદુમાં પોતાની માતૃભુમિનું રૂણ ચુકવવાની ઇચ્છા અને અનોખી વેદના અનુભવેલ હતી એ આંસુના ટીપા પાછળ વેદના હતી એનાજ જન્મના વર્ષો પહેલા દાદા નાના ગુમાવવાની દાદા કે નાનાની આંગળી પકડવી ખોળામાં બેસવુ લાડ કરવુ તે સૌભાગ્ય મળ્યુ જ ન હતુ.આઝાદીના સ્વાતંત્ર્ય સંગ્રામની સંધ્યાએ સમગ્ર બાબરા વિસ્તારમાં શિક્ષણની જ્યોત જગાવનાર અને હેડ માસ્તરનું બિરૂદ મેળવનાર મર્હુમ એભલબાપુ અને નાના એટલે વિશાળ અરબી સમુદ્ર જેવા ગાયકવાડી સામ્રાજ્ય ગીરનાર જેવી ઉચાઇ ધરાવતી જુનાગઢની નવાબી સલતનત અને સમગ્ર સૌરાષ્ટ્ર કાઠીયાવાડને રંગી નાખનાર શક્તિશાળી વાળાક દેશોની ત્રીભેટે ગીરમાં આવેલ કાઠરોટા રીયાસતના છેલ્લા ગામ ધણી દરબાર મર્હુમ પકીરાબાપુ માલાને યાદ કર્યા હતા બાળપણથી જ દાદા અને નાનાની કર્મભુમિ પસંદ કરીને નિષ્કામ કર્મયોગરૂપી યજ્ઞ કરેલ છે ફકત કોરોના લોકડાઉનના મહિનામાં જ આશરે હજારો ઓપીડી અને તેમના પત્નિએ 261 જેટલી પ્રવૃતીઓ કરાવી હતી માતૃભુમિની સેવા માટે કર્મયોગના પંથે જાય ત્યારે આવા લોકોને પ્રોત્સાહન આપવુ જ જોઇએ અમરેલીમાંથી સુરત અમદાવાદ કે મુંબઇ સતત સ્થળાંતર કરતી નવી પેઢીને તક મળે ત્યારે માતૃભુમિનું રૂણ ચુકવવા માટેની પ્રેરણા જ છે.