અમરેલીના ખાંભા પંથકને ધૂજાવતો ભુકંપ : 20 ગામોમાં અસર

 

  • સતત પોણી મીનીટ સુધી ડેડાણ અને ખાંભાના ગામડાઓએ આંચકા અનુભવ્યા ખાંભાથી જાફરાબાદ, ઉના સુધીની જમીનની પ્લેટમાં ભુકંપની અસર અનુભવાઇ
  • ભુકંપનું કેન્દ્ર બીન્દુ ઉનાથી ત્રીસ કીલોમીટર દુર અને ગીરના જંગલમાં આવેલા ધારી તાલુકાના દલખાણીયાથી જામવાળા જતા સાપનેસ ચેકપોસ્ટની પાસે આવેલા બીલીયાટ નેસ પાસે નોંધાયું

અમરેલી,
અસાજે બપોરના 2.32મીનીટે 3.4ની તિવ્રતાના ભુકંપથી ગીરનું જંગલ ધણધણી ઉઠયું હતુ આ ભુકંપથી અમરેલી જિલ્લાના ખાંભા પંથક ધૂજી ગયો હતો ખાંભાના ડેડાણ અને જીવાપર,ચોત્રા સહિતના 20 જેટલા ગામોમાં અસર થઇ હતી જોકે કોઇ જાનહાની થઇ નથી પણ પોણી મીનીટ સુધી ડેડાણ અને ખાંભાના ગામડાઓએ આંચકા અનુભવ્યા હતા ખાંભાથી જાફરાબાદ અને ઉના સુધીની જમીનની પ્લેટમાં આ ભુકંપની અસર અનુભવાઇ હતી.ખાંભાના ચોત્રાથી જિલ્લા ભાજપના આગેવાન શ્રી દિનેશભાઇ હીરપરાએ જણાવેલ કે અમારી આસપાસના ગામોમાં 50 સેકન્ડ સુધી જમીન માં અસર દેખાઇ હતી અને ખાંભા તથા ડેડાણ તરફથી જમીનમાં ધણેેણાટી આવી જાફરાબાદ સુધી ગઇ હતી.
આ ભુકંપનું કેન્દ્ર બીન્દુ ઉનાથી ત્રીસ કીલોમીટર દુર અને જંગલમાં આવેલા દલખાણીયાથી જામવાળા જતા સાપનેસ પાસે આવેલા બીલીયાટ નેસ પાસે નોંધાયું હતુ ભુકંપની ઉડાઇ જમીનમાં 6.4 કી.મી. ઉંડે સુધી નોંધાયુ હતુ આજની તારીખમાં કચ્છના ધોળાાવીરા અને દુધઇમાં બે આંચકા નોંધાયા હતા અને ત્રજજો આંચકો સૌરાષ્ટ્રમાં ઉનાથી 30 કીમી દુર દલખાણીયા નજીક આવ્યો હતો તેની અસર ખાંભાના ગામડાઓમાં વધારે દેખાઇ હતી.