અમરેલી,
અમરેલીના ખીજડીયા જંક્શન ખાતે રહેતા 47 વર્ષના મહિલાનું તેણીના પતિએ કુહાડીના ઘા ઝીંકી ખુન કરી નાખ્યુ હતુ અને પોતે પણ ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં અમરેલી સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે અને બનાવની જાણ થતા પીએસઆઇ શ્રી પ્રશાંત લક્કડ તથા આઇપીએસ તાલીમી અધિકારી શ્રી ગૌરવ અગ્રવાલ તથા ડીવાયએસપી શ્રી જગદીશસિંહ ભંડારી સિવીલ હોસ્પિટલે દોડી ગયા છે. આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે સાપર વેરાવળમાં મજુરી કામ કરતા અને અમરેલી તાલુકાના ખીજડીયા રાદડીયા (જંક્શન) ખાતે રહેતા ગોવિંદ લાખાભાઇ ડાવેરાએ પોતાના જ ઘરમાં પોતાના પત્ની ગીતાબહેનને માથામાં કુહાડીના ઘા ઝીંકી તેણીની હત્યા કરી નાખી હતી અને ઘરેથી ચાલી જઇ તેણે ઝેરી દવા લીધી હતી ઝેરી દવા પીતા તેમને બાબરા દવાખાને અને ત્યાંથી અમરેલી દવાખાને ખસેડવામાં આવેલ જ્યાં આઇસીયુમાં તેમની સારવાર ચાલુ છે આઇઓ શ્રી પ્રશાંત લક્કડે પ્રાથમિક વિગતો આપતા જણાવેલ કે પ્રાથમિક રીતે હજુ કોઇ વિગતો બહાર આવી નથી પણ આ ઘટના પાછળ ગૃહ કલેશ કારણભુત હોઇ શકે છે હત્યા કરનાર ગોવિંદભાઇ આઇસીયુમાં સારવાર લઇ રહયા છે.