અમરેલીના ગજેરાપરાને સીલ કરવાની તંત્ર દ્વારા તજવીજ

  • શહેરમાં ગજેરાપરામાં સૌથી વધુ પાંચ પોઝિટિવ કેસ અને ત્રણ મૃત્યુ થતાં ગજેરાપરા વિસ્તારમાં કંટેનમેન્ટ હોય તેને એક કરી બેરીકેટ લગાવી દેવા માટે તંત્રએ સર્વે શરૂ કર્યો
  • શહેરમાં સૌથી પહેલુ મૃત્યુ ગજેરાપરાના મહિલાનું થયુ હતુ,બીજુ મૃત્યુ ભાજપ અગ્રણી કાળુભાઇ પરમારના માતુશ્રીનું અને ત્રીજુ મૃત્યુ શ્રી પરેશ ધાનાણીના કુંટુંબી ભાઇનું થયું

અમરેલી,
જોત જોતામાં કોરોના શહેરના અલગ અલગ વિસ્તારોમાં પ્રસરી ગયો છે પરંતુ અમરેલી શહેરમાં કોરોનાનો સૌથી વધુ કહેર ગજેરાપરા વિસ્તારમાં હોય ત્યાં કંટેનમેન્ટ માટે બે દિવસમાં બેરીકેટ લાગનાર હોવાનું જાણવા મળેલ છે અને છેલ્લા બે દિવસથી અમરેલીના ગજેરાપરાને સીલ કરવાની તંત્ર દ્વારા તજવીજ શરૂ કરાઇ હોવાનું સુત્રોએ જણાવ્યુ હતુ.હોટસ્પોટ જેવા વિસ્તાર બની ચુકેલા અમરેલી શહેરનાં ગજેરાપરામાં સૌથી વધુ પાંચ પોઝિટિવ કેસ અને ત્રણ મૃત્યુ થતાં ગજેરાપરા વિસ્તારમાં અલગ અલગ કંટેનમેન્ટ હોય તેને એક કરી બેરીકેટ લગાવી દેવા માટે તંત્રએ સર્વે શરૂ કર્યો છે અને હજુ પણ ગજેરાપરામાં વધુ કેસ આવે તેવી શક્યતા તંત્ર જોઇ રહયુ છે અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં સૌથી પહેલુ મૃત્યુ ગજેરાપરાના 47 વર્ષના મહિલાનું થયુ હતુ,બીજુ મૃત્યુ ભાજપ અગ્રણી કાળુભાઇ પરમારના 90 વર્ષના માતુશ્રીનું અને ત્રીજુ મૃત્યુ શ્રી પરેશ ધાનાણીના કુંટુંબી ભાઇ નરેશભાઇ ધાનાણીનું થયું છે કલેકટરશ્રીના આદેશથી પ્રાંત અધિકારી તથા શહેર પોલીસ અને મામલતદાર દ્વારા ગજેરાપરાના કંટેનમેન્ટ વિસ્તારોનો સર્વે અને તેની હદ ચકાસાઇ રહી છે આ વિસ્તારમાં કંટેનમેન્ટ વિસ્તારોની વચ્ચે આવતા વિસ્તારોને જોડી અને સળંગ કંટેનમેન્ટ કરવાની તજવીજ હાથ ધરાઇ હોવાનું જાણવા મળેલ છે.