અમરેલીના ગાવડકા ચોકડી પાસે બે જુથ વચ્ચે મારામારી

અમરેલી,
અમરેલી તાલુકાના ગાવડકા ચોકડી પાસે કેશુભાઈ વેલજીભાઈ પરમાર ઉ.વ.50 રહે. વિસાવદર તથા લીલીબેન બાઈક લઈને ગઢડાના ધ્ાુંફણીયા ગામેથી પોતાના ઘરે જતા હતા. તે દરમ્યાન ગાવડકા ચોકડીએ તા. 3-10 ના બપોરના પહોંચતા ચલાલાના વલ્લભ મોતીભાઈ , લીલાબેન વલ્લભભાઈ, મનસુખ વલ્લભભાઈ વાડદોરીયા ઉભેલ હોય . તમણે બાઈક રોકાવી ગાળો બોલી લાકડાનો બડીયો લઈ આવી માથામાં માર મારતા લીલીબેન વચ્ચે પડતા તેમને પકડી મુંઢમાર મારી ઢીકાપાટું વડે મારમારી અગાઉનું મનદુખ રાખી ધમકી આપ્યાની અમરેલી તાલુકા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જયારે સામાપક્ષે વલ્લભભાઈ મોતીભાઈ વાડદોરીયા ઉ.વ. 55 તથા તેમના પરીવારજનો સંબંધીના ઘરેથી ચલાલા જતા હતા. તે દરમ્યાન અમરેલી ધારી રોડ ગાવડકા ચોકડીએ પહોંચેલ તે દરમ્યાન કેશુ વેલજીભાઈ પરમાર તથા તેમના પત્નિ બાઈક લઈને નીકળતા બાઈક ઉભું રખાવતા વલ્લભાઈ કહેલ કે મનસુખની ઘરવાળી મોકલી આપ ત્રણ વર્ષથી મોકલેલ નથી તેવું કહેતા કેશુએ ધકો મારી પછાડી મુંઢ ઈજા કરી ગાળો બોલી પેડમાંથી છરી કાઢી મારવા જતા મનસુખભાઈ વચ્ચે પડતા તેમને નાકે છરી વાગતા લોહી નીકળવા લાગેલ .અને લીલાબેન વચ્ચે પડતા કેશુએ કહેલ કે આજે તો બંને બાપ દિકરાને જાનથી મારી નાખવા છે તેવી ધમકી આપ્યાની અમરેલી તાલુકા પોલિસ મથકમાં ફરિયાદ .