અમરેલીના ગાવડકા નજીક પેટ્રોલ પંપ પાસે ડમ્પર,એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો

અમરેલી,
અમરેલીથી ઉના જતી એસટી બસ જી.જે. 18 ઝેડ 6320 ના ચાલક અકબરભાઈ ભીખુભાઈ શમા બસને લઈને જતા હતા ત્યારે ગાવડકા પાસે શીવમ પેટ્રોલપંપ નજીક ડમ્પરના ચાલકે પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી બસ સાથે ભટકાવી ડમ્પર પલ્ટી મારી ગયેલ . આ અકસ્માતમાં એસટી બસના ચાલક અકબરભાઈ ભીખુભાઈ સમા બસના કંડકટર કનુમતિબેન તેમજ કૈલાસબેન અજીતભાઈ સોલંકીને મુંઢ ઈજાઓ થતા 108 બોલાવી સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. ડમ્પર ચાલક વિરુધ્ધ અકસ્માત કરતા એસટીના ચાલકે અમરેલી તાલુકા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવતાબનાવનીતપાસ પી.એસ.આઈ. સંજયભાઈ કટારીયા ચલાવી રહયા .