અમરેલીના ગાવડકા શેત્રુંજી માં ત્રણ તણાયા એકની લાશ મળી

અમરેલીના ગાવડકા પાસે શેત્રુંજી નદીમાં નાહવા પડેલા ત્રણ યુવાનો તણાયા હતા જેમાં એકને બચાવી લેવાયો હતો અને એકનો મૃતદેહ મળી આવ્યો હતો અને એક યુવાન લાપતા છે જેની શોધખોળ ચાલી રહી છે બનાવના સ્થળે તાલુકાના ઇન્ચાર્જ પીએસઆઇ શ્રી ચૌધરી પહોંચી ગયા છે.