અમરેલીના ગેંગરેપમાં વકીલ દ્વારા પીડીતાના પિતાને પતાવી દેવાની ધમકી

અમરેલી,અમરેલી શહેરમાં ચકચાર મચાવનારા ગેંગરેપમાં આજે અમરેલીની સ્પે.પોકસો કોર્ટમાં આરોપીઓના ડીએનએ લેનારા ત્રણ ડોકટરોને નામદાર કોર્ટે સાહેદી માટે બોલાવેલ અને તેમના બે તબીબોની જુબાની સ્પે. સરકારી વકીલ શ્રી ઉત્પલ દવે દ્વારા લેવાઇ હતી. તથા નવી મુદત તા. 27મીએ હોવાનું જાણવા મળેલ છે. બીજી તરફ આ કેસમાં પીડીતાના પિતાને એક વકીલે સમાધાન કરી લેવા દસથી બાર લાખનું પ્રલોભન આપી અને પીડીતાના પિતાએ ઇન્કાર કરતા તેને પતાવી દેવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા શહેરમાં ખળભળાટ મચી જવા પામેલ છે. આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે, અમરેલીના ચકચારી ગેંગરેપની ફરીયાદ સીટી પોલીસ મથકમાં નોંધાવાઇ હતી અને હાલ આ કેસ અમરેલી કોર્ટમાં ચાલતો હોય જે કેસમાં એડવોકેટ વિજયભાઈ લચ્છાએ આ કેસમાં સમાધાન કરી લેવા તથા આરોપીને કેસમાંથી બચાવવાનાં બદલામાં રૂપીયા 10 થી 12 લાખ અપાવવા લાલચ અને પ્રલોભન આપી સમાધાન કરવાનું પીડીતાના પિતાને અમરેલી એસ.ટી. ડેપો સામે શ્યામ ડાયનિંગ હોલ નીચે જણાવતા પીડીતાના પિતાએ ના પાડેલ. જેથી એડવોકેટે પીડીતાના પિતાનેપતાવી દેવાની ધમકી આપ્યાની અમરેલી સીટી પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.