અમરેલીના ગોખરવાળામાં બે જુથ વચ્ચે મારામારી

અમરેલી,

અમરેલી તાલુકાના ગોખર વાળા ગામે સ્ટ્રીટ લાઈટ પ્રશ્ર્ને બોલાચાલી કરી ઝઘડો કરતા હોય જેથી રાજુભાઈ નાથાભાઈ સીધ્ધપરા ઉ.વ.40 પોતાના ઘરે લઈ જતા વિનુ જીણાભાઈ સાથળા, કંચનબેન વિનુભાઈ સાથળા, અશોક ગોબરભાઈ ખાખડીયાએ, ગાળો બોલી પાઈપ અને લાકડી વડે માથામાં અને શરીરે આડેધડ મારમારી ઈજા કરી ધમકી આપ્યાની અમરેલી રૂરલ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ત્યારે સામા પક્ષે કંચનબેન વિનુભાઈ સાથળા ઉ.વ.33 ને રાજુ નાથાભાઈ, દયાબેન રાજુભાઈ, નયન રાજુભાઈ સિધ્ધપરાએ લોખંડના હાથામાં ફીટ કરેલ કોઈ ધારદાર વસ્તુ તેમજ ઢીકાપાટુ વડે માર માર્યાની અમરેલી રૂરલ પોલીસ મથકમાં ફરીયાદ .