અમરેલીના ચકકરગઢ રોડ ઉપર નાની ઉમરની વિદ્યાર્થીનીને યુવકે ચોકલેટ આપી અને…

અમરેલી,અમરેલીના ચકકરગઢ રોડે આવેલ શૈક્ષણીક સંસ્થામાં અભ્યાસ કરતી નાની ઉમરની વિદ્યાર્થીનીને ઘેર આવવામાં રોજ મોડુ થતું હોય તેમના વાલીઓએ તપાસ કરતા ચોકાવનારી વિગતો સામે આવી હતી કે કોઇ આ દિકરીને રોજ ચોકલેટની લાલચ આપી અને ભોળવવાનીકોશીશ કરતો હતો આથી આજે સાંજે અમરેલીના ચકકરગઢ રોડ ઉપર શાળામાંથી બહાર નિકળેલ માસુમને યુવાને ચોકલેટ આપતા સંતાયેલા વાલી દોડયા હતા પણ આ યુવક નાસી છુટયો હતો પણ તે પોલીસના સીસીટીવી કેમેરામાં આવી ગયો હોવાનુ અને આ બારામાં તાલુકા પોલીસમાં લેખીત અપાયાનું જાણવા મળેલ છે. આ બનાવે શહેરમાં ચકચાર મચાવી હતી.