અમરેલીના ચાડીયા ગામમાંથી ઢગો 11 વર્ષની છોકરીને ભગાડી ગયો

  • માત્ર 11 વર્ષની દિકરીને બાપે ખેતરમાં મજુરી માટે મુકી હતી
  • ખેંચીયો પારગી નામનો ખેતમજુર 11 વર્ષની ખેતમજુરી કરતી બાળાને રાત્રીના સમયે લઇ જતા પોલીસ ફરિયાદ

અમરેલી,
અમરેલી તાલુકાના ચાડીયા ગામે ખેતમજુરી કરી રહેલી માત્ર 11 વર્ષની બાળાને તેનાથી બમણી ઉમરનો ખેતમજુર ઢગો ભગાડી ગયાની પોલીસ ફરિયાદે ખળભળાટ મચાવ્યો છે આ અંગેની વિગત એવા પ્રકારની છે કે અમરેલી તાલુકાના ચાડીયા ગામે એમ.પી ના શ્રમીક પરિવારની 11 વર્ષની બાળાને એમ.પીનો વતની હાલ ચાડીયા રહેતો ખેચીયો પારગી નામનો ખેતમજુર આદીવાસી અપહરણ કરી જાતિય સતામણી કરી બાળાને લઈ નાસી ગયાની બાળાના પિતાએ અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ શ્રી પઠાણે ગુનો નોંધી બાળાની શોધખોળ શરૂ કરી છે.આ ઘટનામાં નવાઇની બાબત એ છે કે માત્ર 11 વર્ષની ઉમરની અપહરણ કરાયેલી બાળાને તેણીના પિતા ખેતમજુરી માટે તેના સાઢુભાઇને ત્યાં મુકી ગયા હતા અને પોતે મધ્યપ્રદેશ કામસર ગયા હતા ત્યારે પાછળથી આ બાળાને ખેંચીયો નામનો આ શખ્સ ભગાડી ગયો હતો.