અમરેલીના ચિતલમાં જાતિય સતામણીના ગુન્હાઓ આચરનાર શખ્સ પાસા હેઠળ જેલમાં ધકેેલાયો

  • અમરેલી જીલ્લા મેજીસ્ટ્રેટ તથા પોલીસ અધિક્ષક દ્વારા પાસાના કાયદામાં આવેલ સુધારાની અમલવારી કરી
  • એલસીબી પોલીસે નરશી ભીખા વાળાને પાલનપુર જેલ હવાલે કર્યો

અમરેલી, ગુજરાત સરકારશ્રી દ્વારા તાજેતરમાં પાસાના કાયદામાં સુધારો કરવામાં આવેલ છે. જેમાં જુગારનો અડો ચલાવતા શખ્સો, ગેરકાયદેસર નાણા ધીરધારનો ધંધો કરનાર શખ્સો, સાયબરના ગુન્હો કરનાર શખ્સો તથા જાતીય સતામણી સબંધી ગુન્હા કરતા શખ્સો વિરૂધ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવા વટ હુકમ બહાર પાડવામાં આવેલ છે. જે મુજબ જીલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય દ્વારા ગુન્હેેગારો ને કાયદાનું ભાન થાય તે માટે જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ બને તેમાટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય. જે અન્વયે અમરેલી એલ.સી.બી.ના ઇર્ન્ચાજ પી.આઇ. આર. કે. કરમટા, પી.એસ.આઇ. પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા જાતીય સતામણી આચરનારા ચિતલ જીનપ્લોટ વિસ્તારમાં રહેતા નરેશ ઉર્ફે નરશી ભીખાવાળા વિરૂધ્ધ પુરાવાઓ એકઠા કરી પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક મારફતે જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલી આપતા જીલ્લા મેજીસ્ટ્રેટ આયુષ ઓક દ્વારા પાસાનું વોરંટ ઇસ્યુ કરતા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયની સુચના મુજબ એલ.સી.બી. ટીમે પાસા વોરંટની બજવણી કરી પાલનપુર જેલ હવાલે મોકલી આપવા તજવીજ કરી છે.