અમરેલીના ચિતલમાં બે મહિનાની બાળાને ગુદા અને ગુપ્ત ભાગે ઇજા

અમરેલી,
અમરેલી તાલુકાના ચિતલ ગામે વાડીમાં રહી મજુરી કરતા એમપીના દંપતીની બે મહિનાની નવજાત બાળકીને ગુદા અને ગુપ્ત ભાગે ઇજાઓ થતા સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્ટિપલ કેટી ચીલ્ડ્રન વિભાગમાં દાખલ કરવામાં આવેલ છે બાળકીને ગુપ્ત ભાગેથી અને ગુદાના ભાગેની બ્લીડીંગ થતુ હોય તબીબને પ્રાથમિક તપાસમાં ઇજા શંકાસ્પદ લાગતા પોલીસ કેસ જાહેર કર્યો હતો અને હોસ્ટિપલ ચોકીના સ્ટાફે અમરેલી પોલીસને જાણ કરી પોલીસે જાણવા જોગ નોંધ કરી હતી.
આ બનાવની પ્રાપ્ત માહીતી મુજબ ચિતલ ગામે ખેતરમાં રહી મજુરી કરતા દંપતીની બે મહિનાની દિકરીને ગઇકાલે રાજકોટ સિવિલ હોસ્ટિપલમાં ખસેડાયેલ છે અને તબીબની પ્રાથમિક પુછતાછમાં તેણીને રમતા રમતા ગુદાને ભાગે કોઇ વસ્તુ લાગી જતા ઇજા થયાનું કહેવાતા તે મુજબની નોંધ સાથે હોસ્ટિપલ પોલીસ ચોકીના સ્ટાફે અમરેલી પોલીસને જાણ કરી હતી જોકે સારવાર દરમિયાન તબીબોએ તપાસ કરતા આ નવજાત બાળાના મળમાર્ગ અને મુત્રમાર્ગ વચ્ચેનો પડદો તુટી ગયાનું જણાતા તબીબો પણ ચોકી ગયા હતા બે મહિનાની બાળકી સાથે કંઇ અજુગતુ બન્યાની શંકા ઉદભવી હતી અમરેલી તાલુકાના પીએસઆઇ પ્રશાંત લકકડ તપાસ અર્થે રાજકોટ ગયેલ અને બાળકીના માતા પિતા તથા અન્ય સગા પાસેથી માહીતી મેળવી જાણવા જોગ યાદી સાથે તપાસ શરૂ કરી હતી.તબીબી રીપોર્ટ બાદ આગળની કાર્યવાહી થશે બાળકીના માતાપિતાને હાલ કોઇ ઉપર શંકા નથી તોફાની બાળકોેએ રમતા રમતા કાંઇક કર્યાની શકયતા ચકાસાઇ રહી છે.