અમરેલીના ચિતલ રોડ ઉપર ગુન્હાને અંજામ આપવાની ફીરાકમાં રહેલા 5 શખ્સોને

  • બગસરાના પીઠડીયા ગામે ખેડૂત પરિવાર સાથે છેતરપીંડીના ગુન્હામાં અમરેલી એલસીબીએ ઝડપી લઇ ગુન્હાનો ભેદ ઉકેલાયો
  • જીલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયના માર્ગદર્શન નીચે આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરાયેલ

    બગસરા તાલુકાના પીઠડીયા ગામે ભોળા ખેડૂત પરિવારને ભગવો ધારણ કરી વિધિ કરવાના બહાને જુદી – જુદી જગ્યાએ બોલાવી રોકડ અને સોનાના દાગીના મળી કુલ રૂા. 24,80,000/- ની છેતરપીંડી કર્યાની બગસરા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવતા. ભાવનગરના રેન્જ ડી.આઇ.જી. અશોકકુમાર યાદવની સુચના મુજબ જીલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય દ્વારા આ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ છેતરપીંડી અને વિશ્વાસધાત કરી રૂપિયા અને દાગીના પડાવી લેનાર આરોપીઓને ઝડપી પાડવા અમરેલી એલ.સી.બી. પોલીસને માર્ગદર્શન આપેલ.
    આ બનાવની વિગત આપતા ડી.વાય.એસ.પી. શ્રી રાણાએ અમરેલી જીલ્લાના બગસરા તાલુકાના પીઠડીયા ગામના જયંતીભાઇ વશરામભાઇ પીપળીયાના ઘરમાં સુખ શાંતી રહેતી ન હોય. તેમના પત્નિ માનસિક બિમાર રહેતા હોય. જેથી તેઓ ઘણા સમયથી પરેશાન રહેતા હોય. દસેક માસ પહેલા તેઓના ઘરે ત્રણ અજાણ્યા શખ્સો કેસરી કલરના ભગવા કપડા પહેરીને આવેલા. જેમાં એક વ્યકિતએ પોતાનું વઘાસીયા બાપુ હોવાનું અને પોતે કચ્છથી ચાલીને જૂનાગઢ પરિક્રમામાં જતાં જણાવેલ. તેમણે જયંતીભાઇ તથા તેમના પત્નિના માથા ઉપર હાથ મુકી આર્શીવાદ આપી. જયંતીભાઇને કહેલ કે, બેટા તારા ઘરમાં ખુબ સંકટ છે. અને તારા પત્નિ બિમાર રહે છે. તારા માથે દેણુ વધી ગયેલ છે. અને તમારી જમીનમાં કંઇક મેલુ છે તેવું મને જોવામાં આવે છે. તે વધુ સંકટ દૂર કરવા અને પરિવારમાં સુખ શાંતી લાવવા માતાજીની વિધિ કરવી પડશે. તેવું જણાવી જયંતીભાઇને વિશ્વાસમાં લઇ વઘાસીયા બાપુએ તેમના જૂનાગઢના ગુરૂદેવના મો. 81288 63381 ઉપર વાત કરાવી. ગુનાહિત કાવત્રું રચી વિધિ કરવાના બહાને તેમને થાન (ચોટીલા) અવાવરૂ જગ્યાએ બોલાવી ત્યાં હાજર ગુરૂદેવ તથા વઘાસીયા બાપુની સાથે એક છોકરો હોય. તે વિધિ વખતે જમીન ઉપર પડી ગયેલ અને વિધિ અવળી પડી છે, તેમ કહી જયંતિભાઇ પાસે તે છોકરાને સાજા કરવા અને વિધિ પૂર્ણ કરવાના બહાને. વઘાસીયા બાપુ તથા તેમના ગુરૂદેવ તથા બીજા ત્રણ અજાણ્યા માણસોએ મળી જયંતીભાઇનો ફોન ઉપર અવાર – નવાર સંપર્ક કરી ધાર્મિક વિધિ કરવાના બહાને અલગ – અલગ સમયે દ્વારકા અવાવરૂ જગ્યાએ બોલાવી. કટકે કટકે રોકડ રૂા. 9,00,000/- તેમજ જુના સોનાના દાગીના આશરે આઠ તોલા રૂા. 80,000/- મળી કુલ રૂા. 9,80,000/- તેમજ જયંતીભાઇની ખેતીની જમીન મેલી છે. તે વેચવી પડશે તેવું જણાવી જમીન વેચાવી જમીનના આવેલા રૂા. 15,00,000/- સિધ્ધ કરી આપવાનું જણાવી ફોન કરી કુવાડવા ગામ , વાંકાનેર રોડ, ખોડિયાર માતાજીના મંદિર પાસે બોલાવી પૈસા સિધ્ધ કરવાના બહાને. જયંતીભાઇને વિશ્વાસમાં લઇ રૂા. 15,00,000/- પડાવી લઇ કુલ રૂા. 24,80,000/- ની છેતરપીંડી કર્યાની બગસરા પોલીસ મથકમાં જયંતીભાઇ વશરામભાઇ પીપળીયાએ ફરિયાદ નોંધાવેલ. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીઓને પકડી પાડવા અમરેલી એલ.સી.બી.ના ઇ.ચા. પી.આઇ. આર.કે. કરમટા, પી.એસ.આઇ. પી.એન. મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. આજ રોજ અમરેલી ચિતલ રોડ ઉપર આવેલ સોસાટીમાં અંધશ્રધ્ધા ફેલાવી રૂપીયા પડાવવાના ઇરાદે આંટાફેરા મારતા આરોપીઓને પકડી પાડી તેમની પાસેથી ફરિયાદીના રોકડ રૂપીયા તથા ઘરેણા તથા ગુન્હો કરવા માટે ઉપયોગમાં લેવાયેલ ઇકો ફોરવ્હીલ કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કરી તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. પકડાયેલ આરોપીઓમાં રૂખડનાથ ગુલાબનાથ ચૌહાણ ઉર્ફે વઘાસીયા બાપુ રહે. વાંકાનેર, હાલ – ખીરસરા તા. જી. રાજકોટ, જાનનાથ સુરમનાથ પઢીયાર ઉર્ફે ગુરૂદેવ, કવરનાથ રૂમાલનાથ ભાટ્ટી, નરેશનાથ રૂખડનાથ પઢીયાર, ઘાસનાથ રૂખડનાથ પઢીયાર રહે. મકાનસર, વાદીપરાના કબ્જામાંંથી રોકડ રૂા. 7,85,500/-, સોનાના ઘરેણાં રૂા. 4,83,480/-, ગુન્હો કરવા માટે ઉપયોગમાં લેવાયેલ ઇકો ફોરવ્હીલ કાર, જી.જે.36 એફ 3626 રૂા. 3,00,000/- મળી કુલ રૂા. 15,68,980/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. અમરેલી પોલીસે જાહેર જનતાને પણ આ પ્રકારના લેભાગુ તત્ત્વોથી ચેતીને રહેવા તથા અજાણ્યા શખ્સોની વાતોમાં આવી ડરવા કે પોતાની કિંમતી મિલકત આવા ધૂતારૂઓને નહીં સોંપવા અપીલ કરવામાં આવેલ છે.