- મને કોઇ લઇ જશે તેવી બીકને કારણે હસતા ખેલતા યુવાનનું આત્મઘાતી પગલું
- અનેકને મદદરૂપ થનાર યુવાનના અણધાર્યા પગલાથી ઘેરો શોક : સાવલીયા પરિવાર ઉપર વજ્રઘાત
અમરેલી,
અમરેલીના ધારી રોડ ઉપર બાયપાસે આવેલ હોટેલ રાધેશ્યામના માલીક શ્રી દિનેશભાઇ ડાયાભાઇ સાવલીયાના સેવાભાવી અને બીજા લોકો માટે અર્ધી રાતનો હોંકારા જેવા યુવાન પુત્ર ચેતન સાવલીયાએ વિચિત્ર ઘટનામાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા શહેરમાં ઘેરો શોક ફેલાયો છે અને સાવલીયા પરિવાર ઉપર વજ્રઘાત થયો છે. આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, અમરેલી જેશીંગપરામાં રહેતા ચેતન દિનેશભાઇ સાવલીયા ઉ.વ.32 છેલ્લા 15 દિવસથી માનસીક ચિંતામાં રહેતો હોય અને મનમાં કોઇ લઇ જશે તેવો ભાસ થતા પોતે પોતાની મેળે ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજ્યાનું સંજયભાઇ વિઠલભાઇ સાવલીયાએ અમરેલી સીટી પોલીસ મથકમાં જાહેર કરેલ છે ચેતનના આ પગલાથી તેમનું મિત્ર વર્તુળ પણ આઘાતમાં છે સજ્જન અને સંસ્કારી એવા ચેતને આ પગલું કેવા સંજોગોમાં ભર્યુ તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે ચેતન સાવલીયા પરણીત અને તેમને અઢી વર્ષની દિકરી હોવાનું અંતરંગ વર્તુળોએ જણાવ્યુ હતુ.