અમરેલીના જાફરાબાદ નજીકથી વધુ એક સિંહનો મૃતદૃેહ મળી આવતા ચકચાર

અમરેલી,
જાફરાબાદ તાલુકામાં વધુ એક સિંહના મોતની ઘટના સામે આવી છે. સાકરીયા વિસ્તારમાં બાવળની કાટ નીચેથી સિંહનો મૃતદૃેહ મળી આવ્યો હતો.આ કોલર આઈ.ડી.વાળો સિંહ હોય તેવુ અનુમાન લગાવવામાં આવી રહૃાું છે.
એક જ અઠવાડિયામા એક જ વિસ્તારમાંથી બીજા સિંહનુ મોત થતા વનવિભાગ દોડતુ થયુ હતુ. બીમારીના કારણે સિંહનુ મોત થયું હોય તેવી આશંકા સેવાઈ રહી છે.વન વિભાગ દ્વારા સિંહનુ મોત કયા કારણો સર થયુ છે જાણવા અંગે તજવીજ હાથ ધરવામાં આવી છે.