અમરેલીના જાળીયા-બાબાપુરમાં વેક્સિન અપાઇ

  • 269 વ્યક્તિઓએ રસીકરણનો લાભ લીધો

અમરેલી,
અમરેલી તાલુકાના પ્રા.આ.કેન્દ્ર જાળીયા ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.જે.એચ.પટેલ ,જીલ્લા આર.સી.એચ.ઓ અધિકારીશ્રી ડો.આર.કે.જાટના સીધા માર્ગદર્શન હેઠળ અને તાલુકા હેલ્થ ઓફીસરશ્રી ડો.આર.કે.સિન્હા,તથા મેડિકલ ઓફીસર ડો.કે.એ.ચૌહાણ તથા ડો.એ.પી.ઠક્કર ના રાહબળી હેઠળ જાળીયા તથા બાબાપુર ગામમા મા 60 વર્ષથી વધુ વયના વ્યક્તિઓને તથા 45 થી 59 વર્ષના ગંભીર બીમારી ધરાવતા વ્યક્તિઓને કોવીડ-19 ની કોવીશિલ્ડ રસીકરણની કામગીરી હાથ ધરેલ.જેમા આજ દિન સુધીમા કુલ 269 વ્યક્તિઓએ રસીકરણનો લાભ લીઘેલ છે.