અમરેલીના જેશીંગપરાની સીમમાંથી દિપડાને ઝડપી લઇને પાંજરે પુર્યો

અમરેલી,
અમરેલીના જેશીંગપરા વિસ્તારમાં આવેલ રંગપુરના સીમ વિસ્તારમાં દિપડાએ આતંક મચાવ્યો હતો તે દિપડો અમરેલીના પાદરમાં દેખાતા લોકોમાં ફફડાટ મચી ગયો હતો સીમ વિસ્તારમાં દિપડાના પગલે વન વિભાગને જાણ કરાતા વન વિભાગના આરએફઓ શ્રી ગેલાણી અને ફોરેસ્ટર શ્રી કે.પી. રામાણી પોતાની ટીમ સાથે દોડી આવ્યા હતા અને પાંજરૂ મુકી દિપડાને પકડી પાડયો હતો