અમરેલીના જેસીંગપરાના પુલ ઉપર બોલેરો અને ટ્રેકટર અથડાતા મજુર ભરેલ ટ્રોલી નદીમાં ખાબકી

અમરેલી,
અમરેલીના જેસીંગપરા વિસ્તારમાં ટ્રેકટર બોલેરો વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રેકટરની ટ્રોલી નદીમાં ખાબકી હતી અને આ અકસ્માતને કારણે ટ્રેકટરની ટ્રોલીમાં બેસેલા 5 મજૂરો પણ ઠેબી નદીના પાણીમાં પડ્યા હોય નદીમાં ટ્રોલી ખાબકવાની ઘટનાની જાણ થતા થી લોકોના ટોળા બનાવના સ્થળે ઉમટ્યા હતા અને મજુરોને ઈજાગ્રસ્ત હાલતમાં અમરેલી સિવીલમાં સારવારમાં ખસેડાયા હતા.
ઇજાગ્રસ્તોમાં રાકેશભાઈ છગનભાઈ કાલે ના ઉંમર વર્ષ 30, નિલેશભાઈ કાળુભાઈ માલીવાડ ઉંમર વર્ષ 24, સુનિલભાઈ શીનશીભાઈ બારૈયા ઉંમર વર્ષ 24,દીપેન્દ્રભાઈ બારૈયા ઉંમર વર્ષ 21 અને દિનેશભાઈ રમેશભાઈ બારૈયા ઉમર વર્ષ 25નો સમાવેશ થાય છે.