અમરેલીના ડાયવર્ઝનનું રીપેરીંગ કામ શરૂ થયું

અમરેલી,
અમરેલીના ગઢની રાંગ રોડ અને ડાયવર્ઝન માટે શ્રી અશ્ર્વિન સાવલીયાએ જવાબદારોને ખખડાવ્યા પછી તંત્ર દ્વારા પગલા લેવાનું શરૂ થતા લોકોમાં હાંશકારો થયો છે.
અમરેલીના સોમનાથ મંદિરથી જેસીંગપરા પુલ સુધીના રાજ્ય ધોરી માર્ગ તથા રોજના એકસો કરતા ગામના લોકો જ્યાંથી ચાલે છે તેવા સોમનાથ મંદિરથી ચુનારાના ભઠા સુધીના ઠેબી નદી ઉપરના ડાયવર્ઝનમાં શ્રી અશ્ર્વિન સાવલીયા સબંધીત વિભાગના અધિકારીઓને લઇને ગયા હતા અને તેમને આ ખાડાઓ અને લોકોને પડતી મુશ્કેલીઓ માટે “”વ્યવસ્થિત’’ સમજાવતા ગણતરીના કલાકોમાં જ તંત્રએ હકરતમાં આવી ખાડા પુરવાનું શરૂ કરી દીધુ છે અને ડાયવર્ઝનમાં બંધ પડેલા નાળાઓ ચાલુ કરવાની અને ડાયવર્ઝન ઉપર કપચી નાખવાની શરૂ કરતા ડાયવર્ઝન એકાદ દિવસમાં ચાલી શકાય તેવુ થઇ જશે અને સોમનાથ મંદિરથી જેસીંગપરા પુલ સુધીનો રસ્તો પણ ખાડાઓ પુરાતા ચાલવા જેવો થશે શ્રી અશ્ર્વિન સાવલીયાને કારણે આ માર્ગની મરામત થતા એકસો કરતા વધુ ગામના રાહદારીઓને જિલ્લા મથક શહેર અમરેલીમાંથી અવર જવર કરવાનો માર્ગ વ્યવસ્થિત થતા શ્રી અશ્ર્વિન સાવલીયા હાલમાં સુધરાઇ સભ્ય, જિલ્લા કે તાલુકા પંચાયત સભ્ય, ધારાસભ્ય કે સંસદ સભ્ય ન હોવા છતા તેમણે લોકો માટે કરાવેલી કામગીરીની લોકોએ નોંધ લીધી છે અને તેમનો આભાર માની રહયા છે.