અમરેલીના ઢોલરવા સીમમાં યુવતીને ધમકી આપી બળાત્કાર ગુજાર્યો

બે શખ્સોએ મારમારી ધમકી આપી બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ

અમરેલી,
અમરેલી તાલુકાના ઢોલરવા ગામની સીમમાં રહેતી મૂળ એમ.પી.ની યુવતીને વાડીની ઓરડી પાસે સુતી હતી. ત્યારે રણજીત ઉર્ફે નાકો બીલામ ડાવર, મુકેશ રાજુ ડાવર રહે. ધાર તા. કુકસીવા વાળાએ લગ્ન કરવા ફરજ પાડી મારમારી ધમકી આપી કપાસના ખેતમાં લઇ જઇ રણજીતે યુવતીની ઇચ્છા વિરૂધ્ધ બળાત્કાર ગુજાર્યાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.