અમરેલીના તરવડા ગામની વાડીના કુવામાંથી યુવાનનો મૃતદેહ બહાર કાઢતુ ફાયર ફાઇટર

અમરેલી,

1/6/2023 ના રાત્રિના 12:40 કલાકે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અમરેલી દ્વારા ફાયર કંટ્રોલરૂમ અમરેલી ખાતે ટેલીફોનિક જાણ કરવામાં આવી કે તરવડા મુકામે વાડીના કુવામાં કોઈ અજાણી વ્યક્તિ ડૂબી ગયેલ છે તેના અનુસંધાને ફાયર ઓફિસર એચ. સી. ગઢવી ની રાહબરી નીચે અનુભવી એવા ફાયર સ્ટાફના તરવૈયા સવજીભાઈ ડાભી અને કૃષ્ણભાઈ ઓળકિયા બંનેની જુગલબંધીએ 100 ફૂટ ઊંડા અને આશરે 40 ફટ પાણી ભરેલા કુવામાં કામગીરી કરી આ વ્યક્તિના મૃતદેહ ને બહાર કાઢેલ તથા પ્રાથમિક તપાસ અર્થ અમરેલી પોલીસને સોપવામાં આવેલ છે અને પ્રાથમિક તપાસ કરતા મૃતક નુ નામ અલ્પેશભાઈ રમેશભાઈ બારૈયા ઉંમર વર્ષ 20 છે.આ કામગીરી કરનાર સ્ટાફ નીચે મુજબ છે(1)હિંમતભાઈ બાંભણિયા (2)ત્વિક ભાઈ ભીમાણી (3)સવજીભાઈ ડાભી (4)કૃષ્ણભાઈ ઓળકિયા (5)જયવંતસિંહ પઢિયાર (6)ચિરાગભાઈ સોની (7)ધવલભાઈ ચાવડાએ સેવા આપી .