અમરેલીના દેવળીયા પાસે કાર પલ્ટી મારી જતા દેરાણી જેઠાણીના મોત, ત્રણને ઇજા

  • સુરતમાં રહેતા સીમરણ ગામના વતની પરિવારને નડેલો ગંભીર અકસ્માત
  • મૃતકોમાં બે મહિલાઓ, અકસ્માતની જાણ થતા અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વિન સાવલીયા શાંતાબા ગજેરા હોસ્પિટલે દોડી ગયા

અમરેલી,
સાવરકુંડલાના સીમરણ ગામના વતની અને સુરત રહેતા હીરાના ઉદ્યોગપતિ પરિવારની કારને અમરેલીના દેવળીયા પાસે અકસ્માત નડતા બે ના મોત નીપજ્યા હતા અને ત્રણને ઇજા થઇ હતી. આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે, સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામના હાલ સુરત રહેતા ધામેેલીયા પરિવાર ફોરવ્હિલ કાર જી.જે05 આર.જે2925માં સીમરણથી અમરેલી તરફ આવતા હતા. ત્યારે ચકકગઢ દેવળીયા હનુમાનજી મંદિર શેત્રુંજી પુલ આગળ આવેલ ખેતરમાં કાર પલ્ટી મારી જતા ઘટના સ્થળે સવિતાબેન બાબુભાઈ ધામેેલીયા ઉ.વ.63 અને જયાબેન લાલજીભાઈ ધામેેલીયા ઉ.વ.65 રહે. સીમરણ નામના બે સગા દેરાણી જેઠાણીના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે અકસ્માતમાં બાબુભાઈ ભગવાનભાઈ ધામેેલીયા ઉ.વ.67, લાલજીભાઈ ભગવાનભાઈ ધામેેલીયા ઉ.વ. 72 તેમજ 8 વર્ષના કિહાન રાકેશભાઈ ધામેેલીયાને ઈજા થતા અમરેલી સીટી 1 અને 2 108ના પાઈલોટ દિપેશભાઈ ચૌહાણ, યોગેશભાઈ વેદ, નિતીશ ચૌહાણ, સાગર મકવાણાએ અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ હતા. આ અકસ્માતની જાણ સુરતથી સુરેશભાઇ રવાણીએ શ્રી દિલીપ સંઘાણીને કરતા શ્રી દિલીપ સંઘાણી દિલ્હી હોય તેમણે અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વિન સાવલીયાને ત્યાં મદદ માટે જવા જાણ કરતા શ્રી સાવલીયા તથા સીમરણના શ્રી વિશાલભાઇ ચોડવડીયા શાંતાબા ગજેરા હોસ્પિટલે દોડી ગયા હતા આ ઘટનાની જાણ થતા સીમરણમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે.

બપોરે અમરેલીમાં બાલુભાઇ ધામેેલીયાએ ભરતભાઇ રાદડીયાને સુરતની ચીકી ખવડાવી અને…….

સુરતથી 400 કિ.મી. નું અંતર કાપી અમરેલી સુધી આવેલા ધામેેલીયા પરિવારની ઉપર મોત ભમતુ હતુ તેની તેને ખબર ન હતી આજે બપોરે બાલુભાઇ ધામેેલીયા સુરતથી સીમરણ જવા માટે નીકળી અમરેલી આવ્યા હતા અને હીરામોતી ચોકમાં તેમના સબંધી ભરતભાઇ રાદડીયાને સુરતની ચીકી ખવડાવી હતી ભરતભાઇએ તેમને રોકાવાની તાણ કરતા સીમરણથી પરિવારના સભ્યને લઇ રાંદલના દડવા દર્શન કરવા જવાનું હોવાનું કહી તે સીમરણ ગયા હતા અને ત્યાંથી પરત આવતા અમરેલી નજીક જ આ બનાવ બન્યો હતો જેમાં બાબુભાઇના ધર્મપત્ની સવિતાબેન અને લાલજીભાઇના ધર્મપત્ની જયાબેનના મૃત્યુ નીપજ્યા હતા.