અમરેલીના ધારાસભ્ય શ્રી કૌશીક વેકરીયાએ વિધાનસભાના નાયબ દંડક તરીકે ચાર્જ સંભાળ્યો

અમરેલી,
આજરોજ અમરેલી ના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયાએ ગુજરાત સરકારના વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તરીકે સચિવાલય માં પોતાની ઓફિસમાં ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે અમરેલી જિલ્લાના તમામ ચૂંટાયેલા ધારાસભ્યો તેમજ અગ્રણીઓ હાજર રહ્યા હતા.